News Portal...

Breaking News :

ખેડૂત સંગઠનોનું પંજાબમાં આજે બંધનું એલાન

2024-12-30 11:09:19
ખેડૂત સંગઠનોનું પંજાબમાં આજે બંધનું એલાન


નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈને ખેડૂત સંગઠનોએ પંજાબમાં આજે બંધનું એલાન આપ્યું છે. ત્યારે ખેડૂતોના પંજાબ બંધની મોટી અસર રેલ સેવા પર જોવા મળી રહી છે. 


ખેડૂતોના વિરોધને કારણે 163 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે 19 ટ્રેનોને ટૂંકાગાળા માટે રદ કરવામાં આવી છે.જ્યારે 15 ટ્રેનો મોડી ચાલી રહી છે જ્યારે 9 ટ્રેનો રોકવામાં આવી રહી છે. તેમજ રોકવામાં આવેલી ટ્રેનોને એવા સ્થળોએ રોકવામાં આવશે જ્યાં મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.જેમાં ફિરોઝપુરના ડીઆરએમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોને અસરગ્રસ્ત ટ્રેનો વિશે માહિતી મળતી રહેશે. આ માટે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવશે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત માહિતી આપવામાં આવશે.


પંજાબમાં ખેડૂતોના બંધના એલાનના પગલે 200 થી વધુ રસ્તાઓ બ્લોક થયા છે. તેમજ મોહાલી એરપોર્ટ રોડ પણ બ્લોક થયો છે. ખેડૂત સંગઠનોએ આજે ​​10 કલાકનો બંધ પાળ્યો છે. આ બંધ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે ખેડૂતનેતા જગજીત સિંહ દલ્લેવાલના ઉપવાસ 35 દિવસથી ચાલુ છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ગાંધીવાદી માર્ગને અનુસરી રહ્યા છે અને તે સરકારને નક્કી કરવાનું છે કે તે તેમના નેતાને દૂર કરવા બળનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં. આ દરમિયાન સવારે 7 વાગ્યે ખેડૂતોએ પંજાબના મોહાલીમાં એરોસિટી રોડ પર જતા મુખ્ય માર્ગ અને રેલવે લાઇનને બ્લોક કરી દીધી હતી.

Reporter: admin

Related Post