ડભોઇ: નગરના નાંદોદી ભાગોળ વિસ્તારના ખેડૂતો દ્વારા ખેતરોમા પાણી ભરાવાની ફરિયાદ મુખ્યમંત્રી તથા કલેક્ટર વડોદરાને કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે કલેક્ટરના આદેશથી ખેતરોમા ભરાતા પાણી ન નિકાલની સૂચના આપવામાં આવી હતી.

ડભોઇ નગરપાલિકા દ્વારા કલેક્ટર તથા ડભોઇ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની સૂચના થી પાણીના નિકાલ અર્થે વરસાદી કાસોની સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી. આ પાણીના નિકાલ ન થતો હોવાથી ખેડૂતો તથા નગરજનો ને હાલાકી નો સામનો કરવો પડતો હોય ડભોઇ નગરપાલિકા ના ચીફ ઓફિસર જયકિશન તડવી ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા તિલકવાળા રોડ થી શિનોર ચોકડી તથા કરજણ રોડ સુધી કેનાલ ની બાજુ માં આવેલ વરસાદી કાસની સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કાંસના સાફસફાઈના કામ થી ખેડૂત મિત્રો ને સંતોષ છે કે નહીં? તેમજ ખેડૂતોના સૂચનો મેળવવા અર્થે ડભોઇ નગરપાલિકા દ્વારા ખેડૂતોને સાથે રાખી નગરપાલિકા ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે મિટિંગમાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાની કામગીરી થી ખુબ સંતોષ વ્યક્ત કર્યો હતો. આજના આ મિટિંગમાં નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તથા પ્રિમોન્સુમ કામગીરીના ઇન્ચાર્જ રાજેશભાઈ કટારીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજની મીટીંગમાં ખેડૂતમિત્રો દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પહોળા કરતા નર્મદા કેનાલની નીચે આવેલ વર્ષો જુના સાઈફન તૂટી ગયેલ તે અંગેની રજુઆત કલેક્ટર, વડોદરા તથા નર્મદા કેનાલ વિભાગમા પણમાં કરવાનું નક્કી કર્યું હતું. જો કેનાલની નીચેના સાઈફન નર્મદા કેનાલ વિભાગ દ્વારા નહિ બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Reporter: admin







