News Portal...

Breaking News :

સુપ્રસિદ્ધ હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ સામે સાત કરોડની ઠગાઈનો ગુનો દાખલ

2025-10-09 09:55:54
સુપ્રસિદ્ધ હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ સામે સાત કરોડની ઠગાઈનો ગુનો દાખલ


સંભલ : ઉત્તરપ્રદેશના સંભલમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ કાંડમાં પોલીસ સુપ્રસિદ્ધ હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ, તેમના પુત્ર અનોસ હબીબ અને તેમના સહયોગી સૈફુલની સામે  ૨૩ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ ઠગાઈનો હાલનો આંકડો સાત કરોડ રૂપિયાથી વધુ રકમનો બતાવાયો છે. 



ઠગાઈના આ આરોપમાં કુલ ૨૩ એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપી એફએલસી કંપનીના નામ પર બિટકોઇનમાં રોકાણ કરીને વાર્ષિક ધોરણે ૫૦થી ૭૦ ટકા વાર્ષિક વળતરની લાલચ આપીને ઠગાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન સંભલની પોલીસે જાવેદ હબીબ અને તેના પુત્ર સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. એસપી કૃષ્ણકુમાર બિશ્નોઈએ જણાવ્યું હતું કે જાવેદ હબીબ અને તેમના પુત્ર અનોસ હબીબે એફએલસી કંપનીના નામે એક રોકાણ યોજના શરૂ કરી હતી. 


આ યોજના હેઠળ બિટકોઇન ખરીદવા પર રોકાણકારોને ૫૦ થી ૭૦ ટકા સુધીના વાર્ષિક વળતરનું વચન આપવામાં આવ્યું હતું. દરેક રોકાણકારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયાની રકમ લેવામાં આવી હતી, પરંતુ અઢી વર્ષ વીત્યા પછી પણ કોઈની પાસે હજી સુધી રૂપિયા પરત આવ્યા નથી. અત્યાર સુધી ૩૮ લોકો તેના શિકાર બની ચૂક્યા છે. પોલીસે તેમની સામે લૂકઆઉટ નોટિસ જારી કરી છે. જો ભોગ બનેલાઓને રૂપિયા પરત ન મળ્યા તો આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે.

Reporter: admin

Related Post