News Portal...

Breaking News :

અમેરિકામાં 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથે તણાવપૂર્ણ સંબંધોને સુધારવાની અપીલ કરી

2025-10-09 09:52:13
અમેરિકામાં 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથે તણાવપૂર્ણ સંબંધોને સુધારવાની અપીલ કરી


વોશિંગ્ટન : અમેરિકાના સાંસદ ડેબોરો રોસ અને રો ખન્નાની આગેવાનીમાં 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથે તણાવપૂર્ણ સંબંધોને તાત્કાલિક સુધારવાની અપીલ કરી છે. 

આ સાંસદોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે ભારત પર વધારવામાં આવેલા ટેરિફને પરત લેવાની પણ માગ કરી છે.અમેરિકાના આ સાંસદોએ બુધવારે 8 ઓક્ટોબર, 2025 ડોનાલ્ડ ટ્રમ્પને લખેલા પત્રમાં કહ્યું કે, 'હાલમાં જ ટેરિફમાં વધારાના કારણે ભારતીય સામાનો પર 50 ટકા ટેક્સ થઈ ગયો. જેનાથી દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની સાથે સંબંધ તણાવપૂર્ણ થઈ ગયા છે. આવું થયા બાદ બંને દેશો માટે નકારાત્મક પરિણામ સામે આવ્યા છે.' તમામ સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને ફરીથી સ્થાપિત કરવા અને સુધારવાનું આહ્વાન કર્યુંછે .સાંસદોએ લખ્યું કે, ઓગસ્ટ 2025ના અંતમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધા હતા, જેમાં 25 ટકા રેસિપ્રોકલ ટેરિફની સાથોસાથ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાના જવાબમાં 25 ટકા વધારાનો ટેરિફ પણ સામેલ હતો. 


આ ચાર્જ ભારતીય ઉત્પાદકો અને અમેરિકન ગ્રાહકો, બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેનાથી સપ્લાઈ ચેનને નુકસાન પહોંચી રહ્યું છે, જેના પર અમેરિકન કંપનીઓ ઉત્પાદનોને બજારમાં લાવવા માટે નિર્ભર છે.અમેરિકન સાંસદોએ વેપાર ભાગીદાર તરીકે ભારતના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, 'અમેરિકન ઉત્પાદકો સેમિકન્ડક્ટરથી લઈને આરોગ્યસંભાળ અને ઉર્જા સુધીની મુખ્ય વસ્તુઓ માટે ભારત પર આધાર રાખે છે. ભારતમાં રોકાણ કરતી અમેરિકન કંપનીઓ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગ્રાહક બજારોમાંના એકમાં પ્રવેશ મેળવે છે. યુએસમાં ભારતીય રોકાણથી સ્થાનિક સમુદાયો માટે નોકરીઓ અને આર્થિક તકો ઉભી થઈ છે.'

Reporter: admin

Related Post