વડોદરા : ગોરવાના એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આર્થિક સંકડામણને કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં સુભાષ દેવડા તેમની પત્ની સુરેખા દેવડા અને તેમનો 5 વર્ષનો પુત્ર પાનવ દેવડાનો સમાવેશ થાય છે.મળતી જાણકારી અનુસાર, પતિ-પત્નીએ પહેલા તેમના 5 વર્ષીય પુત્ર પાનવને ઝેરી દવા પીવડાવી હતી. ત્યારબાદ પતિ-પત્નીએ પણ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આપઘાતનો પ્રયાસ કરનાર સુરેખા દેવડાએ નિવેદન આપ્યું છે કે, આર્થિક સંકડામણને કારણે અમે આપઘાતનો પ્રયાસ કર્યો. અમારા પુત્રનું અમારા સિવાય કોઈ નથી એટલે તેને પણ દવા પીવડાવી. જયારે પતિ સુભાષ દેવડાએ આ અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. આ ઘટના સમાજમાં પ્રવર્તતી આર્થિક સમસ્યાઓ અને તેના કારણે સર્જાતી ગંભીર પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરે છે.
Reporter: admin







