વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓનું પાલિકાની વડી કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વખતે સફાઈમાં વડોદરા શહેરને પ્રોમિસિંગ સીટી ઓફ ગુજરાત તરીકે સન્માન મળ્યું છે ત્યારે આ સન્માનના સાચા હકદાર સફાઈકર્મીઓ છે ત્યારે પાલિકાએ અગાઉથી નક્કી કર્યા મુજબ સારી કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન દર મહિને કરવામાં આવે છે ત્યારે આજે ફરી શહેરના 19 વોર્ડ દીઠ 1 કર્મચારી એટલે 19 કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમ પ્રથમ નાગરિક પિંકી સોનીના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક શૈલેષ પાટીલ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંગ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Reporter: admin







