News Portal...

Breaking News :

લગ્નના 2 દિવસ બાદ પત્નીએ પતિનું અપહરણ કરાવી તેની હત્યા કરાવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ

2024-12-15 10:51:49
લગ્નના 2 દિવસ બાદ પત્નીએ પતિનું અપહરણ કરાવી તેની હત્યા કરાવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ


ગાંધીનગર: અહીંના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું અપહરણ કરવાની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 


આ ઘટનામાં યુવક ગાંધીનગર પત્નીને લેવા માટે ગયો હતો જે દરમ્યાન યુવક ભાવિક ચુનારાનું અપહરણ ઘટના બની હતી. આ સમગ્ર મામલે પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળી સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.લગ્નના 2 દિવસ બાદ પત્નીએ તેના પતિનું અપહરણ કરાવી તેની હત્યા કરાવી નાખી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચોંકાવનારી હકીકત તો એ છે કે યુવતીના તેના પિતરાઈ ભાઈ સાથે જ પ્રેમ સંબંધો હતા. જેથી પિતરાઈ ભાઈ સાથે મળીને જ તેણે આ આખું કાવતરુ રચ્યું હતું.સમગ્ર મામલે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. 


યુવકના અપહરણને લઈને યુવકના 100થી વધુ સગા સંબંધીઓ અડાલજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો. ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપી ઝડપાયા છતાં યુવકની ભાળ ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.સમગ્ર મમાલે પરિવાર દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, અપહરણકર્તાઓએ પતિનું દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ તેને કેનાલમાં ફેંકી દીધો હતો. જેને લઈને હજુ સુધી અપહૃત યુવાનની કોઈ ભાળ મળી નથી. યુવકની ગુમ થવાની જાણ થતાં જ તેના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

Reporter: admin

Related Post