વાપી રેલવે સ્ટોશન પરથી પશ્ચિમ રેલવેની વડોદરા યુનિટે નકલી ટી.ટી.ઇને ઝઢપી પાડ્યો હતો. પોલીસની ટીમ વાપી રેલવે સ્ટેશન પર બંદોબસ્તમાં હતી
ત્યારે પ્લેટફોર્મ નંબર 2 પર ફુટ ઓવર બ્રિજ એક શખ્સ પોતાની ઓળખ ટી.ટી.ઇ તરીકે ઓળખ આપીને પેસેંજરોને ચેક કરતો હતો. જેથી પોલીસને તેના પર શંકા જતા તેણે પોતે ટીટી હોવાનું જણાવ્યું હતું પણ તેની પાસેથી રેલવે તરફથી ઇસ્યુ કરાયેલું આઇ ડી કાર્ડ મળ્યું ન હતું જેથી પોલીસે તપાસ કરતા તે શખ્સ નકલી ટીટીઇ હોવાનું બહાર આવ્યું હતું. તેનું નામ ફઇરોજ અબ્દુલ કાદીર પઠાણ (મોટી દમણ) હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
Reporter: admin







