વડોદરા : MSUની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના એક્ઝિબિશન હૉલ ખાતે એપ્લાઈડ આર્ટસ્ વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બનાવેલાં આર્ટવર્કનું પ્રદર્શન યોજવામાં આવ્યુંછે.

જેમાં આલાપ શીર્ષક હેઠળ ફ્યુઝન થીમ પર બનાવેલાં ૩૦ જેટલાં સ્કલ્પચર,પેઈન્ટિંગ્સ, ઈન્સ્ટોલેશન સહિતના આર્ટવર્ક પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.જે વિશે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે ગ્રાફિક ડિઝાઈન્સ તો શીખએ છીએ. જે અમારા ભણતરનો ભાગ છે. પરંતુ દરેક આર્ટ સ્ટુડન્ટમાં એક આગવી ક્રિએટીવીટી રહેલી છે. જે દર્શાવતું આ પ્રદર્શન છે.

જેમાં સુરત, મુંબઈ, દિલ્હી, ભૂતાન, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી આવતાં વિદ્યાર્થીઓએ પોતાના ગામ અને શહેરો તેમજ પોતાના જીવનના અનુભવોને આર્ટવર્કમાં સુંદર રીતે કંડાર્યા છે. જેને કલારસિકો સવારના ૧૧ થી સાંજના ૭વાગ્યા સુધી નિહાળી શકશે.







Reporter: admin







