વડોદરા બેઠક પર આજે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલી વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાના રૂમ નંબર 203માં ઇવીએમ ખોટકાયું હતું. જેની જાણ મતદાન મથકના કર્મચારીએ ઉચ્ચ અધિકારીને કરી હતી.
તાત્કાલિક મતદાન અટકાવીને ફરી ઈવીએમ મશીન બદલીને ફરીથી મતદાન શરુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઈવીએમ ખોટકાતા દસ મિનિટ મતદાન અટકાવવામાં આવ્યું હતું.
આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે.* ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે.
Reporter: News Plus