કમિશનર ડે. એન્જીનીયર ને તાત્કાલિક સસ્પેન્ડ કરી નિષ્પક્ષ તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવે...

વડોદરા મહાનગરપાલિકામાં અણઘડ શાસકોના પ્રતાપે વહિવટી તંત્ર ખાડે ગયું છે અને અધિકારીઓ અને કર્મચારીઓ પર કન્ટ્રોલ ના હોવાથી ભ્રષ્ટાચાર કરવામાં તેઓ બેકાબૂ બની ગયો છે. એક એવો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જ્યાં મહાનગરપાલિકા ના ડે. એન્જીનયર અને કોન્ટ્રાક્ટરનો ખાનગી જગ્યામાં પથ્થર બેસાડવાનો ધંધો કરતા હોય. વાસ્તવમાં વોર્ડ 7 ના ડે. એન્જીનીયર અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર વાળી ખાનગી જગ્યા બહુચરાજી બ્રીજ પાસે શેડમાં પથ્થર બેસાડવાનું કામ કરતા ઝડપાયા છે. મીડિયાના કેમેરા સામે હમારા પથ્થર નથી તેવું કહેનાર ડે. એન્જીનીયર નો ફાંડો ફૂટ્યો છે કારણ કે મહાનગરપાલિકા ના ડેપો પરથી જ હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન વાલા નું ટ્રેક્ટર ખાનગી શેડ બહુચરાજી બ્રીજ પથ્થર નાખવા ગયાનો પુરાવો મળી રહ્યો છે. આ કૌંભાડમાં ડે. એન્જીનીયર અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન ની મિલી ભગત ના પુરાવા મળ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે ઇજારો પતી ગયો હોય તો હરસિદ્ધિ કન્સ્ટ્રકશનવાળો પથ્થર કેવી રીતે મેળવી શકે કારણ કે ખાનગી શેડ વાળાએ કબૂલાત કરી છે કે આ પથ્થર કોર્પોરેશન ના છે. તો મહાનગરપાલિકા ડેપો ના કર્મચારીએ પણ કબૂલાત કરી છે કે હરસિદ્ધિ કન્સ્ટ્રકશન વાળાના 95 પથ્થર ઇસ્યુ કર્યા છે. આ મામલે રોડ શાખા ના અધિકારી નું પણ નિવેદન આવ્યું છે કે વોર્ડ 7 ના ડે. એન્જીનીયર ના પત્ર થી આ પથ્થર ઇસ્યુ કર્યા છે. નવાઇની વાત તો એ છે કે ઇજારો પતી ગયેલ કોન્ટ્રાકટર હજુ પણ વોર્ડ 7 માં કામ કરતો હોવાની માહિતી મળી છે. કૌંભાડ બહાર આવતા એન્જીનીયર અને કોન્ટ્રાક્ટર પુરાવા નાશ કરવા ના ફિરાકમાં છે. જો કમિશનર આ મામલાને ગંભીરતાથી લઇને ડે. એન્જીનીયર ને તાત્કાલિક સસ્પેન્ડ કરી નિષ્પક્ષ તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા શાશક પક્ષ ના નેતા એ પણ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સૌથી મોટો તો આ પુરાવો
13 -0825ના રોજ ટ્રેક્ટર હરસિદ્ધી કન્સ્ટ્રક્શનને 95 પથ્થર ઇસ્યું કર્યા છે.
નગીનભાઇ પરમાર , બેલદાર
વોર્ડ નંબર 7 ના નાકાઇના પત્રથી અમે પથ્થર આપ્યા છે
નાયબ કાર્યપાલક ઇજનેર વોર્ડ નં 7ના 14-07-2025 પત્રથી 700 ચોમીના પથ્થરની માગણીના અનુસંધાનના દ્વારા અમારા સ્ટાફ દ્વારા ગણતરી કરીને અપાયા છે
જશવંત ઉપાધ્યાય , ડે ઇજનેર, રોડ પ્રોજેક્ટ
કડક કાર્યવાહી કરાશે
હું તપાસ માટે વોર્ડ ઓફિસમાં આવ્યો છું ઇજારદારનો ઇજારો પુરો થઇ ગયો છે છતાં તે કોર્પોરેશનના પથ્થર ખાનગી જગ્યામાં નાખી રહ્યો છે. આ મામલે કડક કાર્યવાહી કરાશે અને સંડોવાયેલા સામે તપાસ કરાશે
મનોજ પટેલ, કોર્પોરેટર
Reporter:







