News Portal...

Breaking News :

હરપળે પરિવારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના, ચિનાબ રેલ બ્રિજનું ડેકોરેશન

2025-08-31 12:55:03
હરપળે પરિવારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના, ચિનાબ રેલ બ્રિજનું ડેકોરેશન


વડોદરા : ચિનાબ રેલ બ્રિજ ખુલ્લો મુકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મોટી ભેટ આપી હતી. અંદાજે ₹1400 કરોડના ખર્ચે તૈયાર થયેલો ચિનાબ રેલ પુલ પેરિસના એફિલ ટાવરથી પણ ઉંચો છે. 


ચેનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઉંચો રેલ પુલ છે. સિવિલ એન્જિયરિંગની અજાયબી સમાન આ પુલ કમાન આકારમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર 6 જૂને આ પુલને ખુલ્લો મુકી જમ્મુ કાશ્મીર સહિત દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે શ્રીનગર અને કટરા વચ્ચે બે ખાસ ડિઝાઇન કરેલી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી.ચિનાબ રેલવે પુલએ એન્જિનિયરિંગની અજાયબી તો છે જ પરંતુ સાથોસાથ નવા કાશ્મીરનું પ્રતિક પણ છે. દેશ માટે ગૌરવ સમાન ચિનાબ બ્રિજની ડિઝાઇન ડબલ્યૂએસપી ફિનલેન્ડ એ તૈયાર કરી છે. 


જેમાં જર્મન કંપની લિયોનહાર્ટ, એન્ડ્રા એન્ડ પાર્ટનર અને વિયના ક્ન્સલ્ટિંગ એ પુલના પિલ્લર સહિતની ડિઝાઇનમાં સહયોગ આપ્યો છે. ભૂકંપ પ્રૂફ આ પુલની નિર્માણ કોંકણ રેલવે કોર્પોરેશન દ્વારા કરાયું છે ત્યારે વડોદરા શહેર માં રહેતા હરપળે પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરે છે અને દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સૌથી લાંબા રેલવે બ્રિજ નું ડેકોરેશન કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post