News Portal...

Breaking News :

PM મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ

2025-08-31 10:23:52
PM મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ


તિયાનજિન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. 


આ બેઠક યિંગબિન હોટેલમાં ચાલી રહી છે અને લગભગ 40 મિનિટ સુધી ચાલશે. નોંધનીય છે કે, સાત વર્ષ પછી વડાપ્રધાન મોદીની આ ચીનની મુલાકાત છે અને દસ મહિનામાં શી જિનપિંગ સાથેની તેમની બીજી મુલાકાત હશે. છેલ્લી મુલાકાત બ્રિક્સ 2024 સમિટ (કાઝાન, રશિયા)માં થઈ હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી શનિવારે (30મી ઓગસ્ટ) ચીન પહોંચ્યા હતા. તેમણે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'હું ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. 


SCO સમિટમાં ચર્ચા અને વિવિધ વિશ્વ નેતાઓને મળવાની રાહ જોઈ રહ્યો છું.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લઈ રહેલા 20થી વધુ વૈશ્વિક નેતાઓમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો સમાવેશ થાય છે. SCO હવે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન બની ગયું છે.ચીન પ્રવાસ પહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, 'આ પ્રતિબંધોએ રશિયાના અર્થતંત્રને મંદીની અણી પર ધકેલી દીધું છે, જે યુક્રેન યુદ્ધ અને વેપાર પ્રતિબંધોના ખર્ચથી ખરાબ રીતે પ્રભાવિત છે. રશિયા અને ચીન વૈશ્વિક વેપારમાં ભેદભાવપૂર્ણ પ્રતિબંધોનો વિરોધ કરે છે.' પુતિન રવિવારથી બુધવાર સુધી ચીનની ચાર દિવસની મુલાકાતે રહેશે, જેને ક્રેમલિન 'અભૂતપૂર્વ' ગણાવી છે. ચીન રશિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

Reporter: admin

Related Post