વડોદરા કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓમાં ભારે દર જોવા મળી રહ્યો છે.

વડોદરાના મેયર પિંકી સોની જ્યારે ત્રિવેન્દ્રમ ગયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને મેયરની નેમ પ્લેટ તોડી નાખી હતી. આ ઘટનાના ભારે પ્રત્યાઘાત પડ્યા છે. ખાસ કરીને ભાજપમાં ભારે ખડભરાટ મચી ગયો છે. કારણ કે અત્યાર સુધી ભાજપનો વિરોધ કરનારું કોઈ ન હતું. કોંગ્રેસના કાર્યકરોમાં એટલી સક્ષમતા ન હતી કે તેઓ મેયરના ઓફિસમાં ઘૂસી શકે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એ કરી બતાવ્યું હતું. જેથી કમલમમાં આ મામલે ખાસ બેઠક પણ મળી હતી. વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ આ મામલાની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે. જ્યારે વડોદરાના કોર્પોરેટરો પણ હવે જ્યારે ચૂંટણી છે.
ત્યારે આ પ્રકારના હિંસક મોરચાઓથી ડરની લાગણી અનુભવી હતી. વડોદરા કોર્પોરેશનના પદાધિકારીઓ પણ આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણ બાબુ તો હવે પાલિકાની સિક્યુરિટી ને સાથે રાખીને ફરી રહ્યા છે.જેથી કોઈ મોરચો આવે કે કોઈ ઉગ્ર રજૂઆત કરે તો તેમની બચાવ કરી શકે હવે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રજામાં પ્રચંડરોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરો પણ ગભરાઈ ગયા છે. શાસક પક્ષના તમામ પદ અધિકારીઓ પણ ગભરાઈ ગયા છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે હવે લોકોના મોરચા આવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો પ્રજાના પ્રતિનિધિઓ અને નેતાઓનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે કંઈ પણ અઘટિત થઈ શકે છે. કાઉન્સિલરોમાં અને પદાધિકારીઓમાં ભારે ડાર જોવા મળી રહ્યો છે.
Reporter: admin







