વડોદરા નગરી હાલ ગણેશ નગરી બની ગઈ છે.લોકો ભાવ થી ગણપતિ બાપ્પાની સ્થાપના અને પુજા કરે છે.
આજે વાઘોડિયા રોડ સરિતા હોસ્પિટલ સામે આવેલ શુભ લક્ષ્મી સોસાયટીના કાશ્મીરા રીતેષભાઈ ગાંધી એ જણાવ્યું કે અમારી સોસાયટીમાં ગણેશ ઉત્સવ ખુબ અનોખી રીતે ઉજવાય છે.બધા લોકો એક બીજાની ઘરે જઈને આરતી કરે છે અને ગણપતિ બાપ્પાના ભજનો ગવાય છે.
આજે યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ખાસ પધાર્યા હતા અને આરતીનો લાભ લીધો હતો.દસ દિવસનું આતિથ્ય માણી પછી દસમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે તેમ કાશ્મીરા ગાંધીએ જણાવ્યું હતું
Reporter: admin