News Portal...

Breaking News :

ઇપીએફઓ એ વર્ષ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દર વધારી ૮.૨૫ ટકા કર્યા

2024-07-12 10:16:41
ઇપીએફઓ એ વર્ષ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દર વધારી ૮.૨૫ ટકા કર્યા


નવી દિલ્હી : બજેટ પહેલા સાત કરોડ ઇપીએફઓ સભ્ય માટે કેન્દ્રીય નાણા મંત્રાલયે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફઓ) ડિપોઝીટ માટે વ્યાજ વધારાને મંજૂરી આપી છે. 


ચાલુ વર્ષે ફેબુ્આરીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દર વધારી ૮.૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે આ જાહેરાતને મંજૂરી આપી દીધી છે. ઇપીએફઓએ ગયા વર્ષના ૮.૧૫ ટકાના વ્યાજ દરને ૨૦૨૩-૨૪ માટે વધારી ૮.૨૫ ટકા કરી દીધો છે. ઇપીએફઓએ એક્સ પર જણાવ્યું છે કે ઇપીએફ સભ્યો માટે ૨૦૨૩-૨૪ માટે ૮.૨૫ ટકાના વ્યાજ દરને સરકાર દ્વારા મે, ૨૦૨૪માં નોટીફાઇ કરી  દેવામાં આવ્યું છે. હવે ફક્ત કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં વ્યાજ ક્રેડિટ થવાનું બાકી છે. 


ઇપીએફઓની ઉચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ ફેબુ્રઆરીમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પીએફ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી.પીએફ વ્યાજ દરને ૮.૧૫ ટકાથી વધારી ૮.૨૫ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીટીના નિર્ણય પછી ૨૦૨૩-૨૪ માટે ઇપીએફની જમા રકમ પર નક્કી કરાયેલા વ્યાજ દરને મંજૂરી માટે નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો હતો. જેને હવે મંજરી આપી દેવામાં આવી છે. ગયા વર્ષે ૨૮ માર્ચે ઇપીએફઓએ ૨૦૨૨-૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ખાતાઓ માટે ૮.૧૫ ટકાના વ્યાજ દરની જાહેરાત કરી હતી. જ્યારે ઇપીએફઓએ ૨૦૨૧-૨૨માં ૮.૧૦ ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post