News Portal...

Breaking News :

વડાપ્રધાનના અબકી બાર ૪૦૦ પાર સંકલ્પને સાકાર કરવા પ્રબુધ્ધ નાગરિકો પણ જોડાયા.

2024-05-01 19:54:53
 વડાપ્રધાનના અબકી બાર ૪૦૦ પાર સંકલ્પને સાકાર કરવા પ્રબુધ્ધ નાગરિકો પણ જોડાયા.

ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી સવારે ૧૧ વાગે સારાભાઈ રોડ સ્થિત ઓશિયન બિલ્ડિંગમાં આયોજિત પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત ભાજપા સમર્થક પ્રબુધ્ધ નાગરિકોના સંમેલનમાં સંપર્ક મુલાકાતે ગયા હતા. આ પ્રસંગે AECC ગ્લોબલ ઓફિસ દવારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરતા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી એ જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વચ્છ પ્રતિભા અને વહીવટી કુશળતાથી આપ સૌ પ્રભાવિત છો. રાષ્ટ્રની સેવાર્થે અને જનજન હિતાર્થે આપણા વડાપ્રધાન ૨૪ કલાક કાર્યરત રહે છે. તેઓશ્રીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને આત્મ નિર્ભર ભારતના આયોજન થકી આપણો દેશ દુનિયાના અગ્રીમ દેશોની હરોળમાં ઉભો છે. ભારત વિશ્વમાં ત્રીજું મોટું અર્થતંત્ર બનવા તરફ ગતિશીલ પ્રયાણ કરી રહ્યું છે.

વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી ભાજપ ૧૦ વર્ષની ઉપલબ્ધિઓના આધાર પર લડી રહ્યું છે અને જનાદેશના આધારે પુનઃ એક વાર ત્રીજી ટર્મમાં પણ કેન્દ્રમાં ભાજપા નેતૃત્વવાળી સરકાર બનશે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર વિકસિત ભારતના વડાપ્રધાન બને એવો માહોલ સમગ્ર દેશમાં જામ્યો છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વડોદરા વિકાસમાં પાછળન રહે અને સર્વ ક્ષેત્રે, સર્વાધિક વડોદરા નો વિકાસ થાય તે માટે આપ સૌના વિશ્વાસને પરિપૂર્ણ કરવા હું સંકલ્પબધ્ધ છું.અત્રે ઉપસ્થિત આપ સૌ પ્રબુધ્ધ નાગરિકો મતદાનના દિવસે વહેલી સવારે મતદાન કરી પોતાના પરિવાર, સગા-સંબંધી, મિત્રો અને સ્નેહીજનો દવારા મતદાન કરી કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા કટિબદ્ધ થશો એવો વિશ્વાસ વ્યક્ત કરું છું.

Reporter: News Plus

Related Post