અમદાવાદ :લગ્નજીવનની બગડેલી પરિસ્થિતિને સુધારવા અને લગ્નજીવનને બચાવવાના બદલે તે માટેના શક્ય તમામ પ્રયાસો કરવાને બદલે અજ્ઞાનતાના કારણે અથવા પતિ તથા તેના પરિવારના સભ્યો પ્રત્યે તીવ્ર દ્વેષના કારણે તેમની ક્રિયા નજીવી બાબતોમાં લગ્નજીવનનો સંપૂર્ણ અંત લાવે છે.
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ નોંધાવેલી દહેજ ઉત્પીડન અંગેની ફરિયાદ રદબાતલ ઠરાવી. હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું.પત્ની તેના માતા-પિતા અને સંબંધીઓ પ્રથમ પ્રતિભાવમાં ઘણી વખત પોલીસનો સંપર્ક કરે છે.
તેઓ એવું ધારે છે કે, પોલીસ તેમની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. પરંતુ પોલીસ જેવી સમસ્યામાં સામેલ થાય છે ત્યારે તે લગ્નજીવનના બંને સાથીઓ વચ્ચે સમાધાનની વાજબી તકોને કરી શકે છે.'
Reporter: admin