નર્મદા: બે આદિવાસી યુવાનોનાં શંકાસ્પદ મોતને લઈને રાજકારણ ગરમાયું છે. ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ગરૂડેશ્વર અને કેવડિયા બંધનું એલાન કર્યું છે.
બીજી તરફ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનાં અંતિમ સંસ્કારનો પણ પરિવારજનો અને આદિવાસી સમાજનાં લોકોએ ઈનકાર કર્યો છે. આ મામલે પોલીસની કામગીરી સામે પણ આપ નેતા ચૈતર વસાવાએ સવાલ ઊઠાવ્યા છે.આરોપ કરાયો છે કે કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમની સાઇટ પર પ્રવેશેલા કેવડિયાનાં બે સ્થાનિક આદિવાસી યુવાનોને સાઇટનાં કર્મચારીએ બંધક બનાવીને ઢોર માર મારતા એક યુવકનું ગઈકાલે મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા યુવકનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બીજા યુવાનનું મોત થતાં બંને મૃતદેહ પીએમ અર્થે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. બે આશાસ્પદ યુવાનોનાં મોતથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો સહિત સમાજનાં લોકોએ ન્યાની માગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
Reporter: admin