News Portal...

Breaking News :

8240 ગ્રામપંચાયતોની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એવી શકયતા

2025-05-28 13:55:41
8240 ગ્રામપંચાયતોની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એવી શકયતા


ગાંધીનગર : આજે બપોરે ગુજરાતમાં બાકી રહેલી 8240 ગ્રામપંચાયતોની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ આજે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રિવ્યૂ બેઠક કરશે. 



આ સમીક્ષા બેઠક બાદ એકાદ-બે દિવસમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ઓબીસી અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને  પૂર્ણ થઈ રહી છે. થોડા સમય પહેલાં જ ચૂંટણીની તૈયારી માટે સજ્જ રહેવા આદેશ કરાયો હતો. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોએ પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો હતો. ઓને કામગીરી સોંપવામાં આવી હતી.


આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ હતી. ચૂંટણી પંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટીંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા પણ જણાવી દીધું હતું. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટીંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયુ હતું. સરપંચ માટે દાવેદારોએ અત્યારથી તૈયારીઓ કરી છે. પંચાયતની ચૂંટણીમાં કેટલી મતપેટીઓ જોઈએ, કેટલી મતકુટિરની જરૂરિયાત ઉભી થશે. એટલુ જ નહીં, મતદારોની આંગળીએ લગાવવામાં આવતી શાહી કેટલી માત્રામાં જોઈશે તે સમગ્ર બાબતે કામગીરી કરવા અત્યારથી જીલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારી

Reporter: admin

Related Post