News Portal...

Breaking News :

ચૂંટણીપંચ EVM ઓટીપીથી અનલૉક થતું નથી તેમજ ડિવાઈસ ક્યાં પણ કનેક્ટ નથી

2024-06-16 19:50:04
ચૂંટણીપંચ EVM ઓટીપીથી અનલૉક થતું નથી તેમજ ડિવાઈસ ક્યાં પણ કનેક્ટ નથી




નવી દિલ્હી : લોકસભા ચૂંટણી દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા મામલે મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 


 

 



આ ઉપરાંત પોલીસે પાંડિલકરને મોબાઈલ આપનારા ચૂંટણી પંચના એક કર્મચારીની સામે પણ કેસ નોંધ્યો છે.  પોલીસ ફરિયાદ મુજબ ગોરેગાંવ ચૂંટણી સેન્ટરની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકર (Ravindra Vaikar)ના સાળા પાંડિલકરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી આયોગ દ્વારા પોલીસને ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બેઠક પર રિકાઉન્ટિંગ થયા બાદ વાયકર માત્ર 48 મતોથી ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ ઘણો વિવાદ પણ થયો હતો.
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી વિપક્ષી નેતાઓના EVM ઉપરના તમામ આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈવીએમને કોઈ પણ પ્રકારના ઓટીપીથી અનલૉક થતું નથી. 



ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કે, ‘આજે EVM અનલૉક અંગેના કેટલાક અહેવાલો સામે આવ્યા છે અને તે અંગે કેટલાક લોકોએ ટ્વિટ કર્યા છે. જો કે ઈવીએમ ઓટીપીથી અનલૉક થતું નથી. ઈવીએમ ડિવાઈસ ક્યાં પણ કનેક્ટ નથી. હાલ જે અહેવાલો ચાલી રહ્યા છે, તે સંપૂર્ણ ખોટા છે. ઈવીએમ સ્ટેન્ડઅલોન સિસ્ટમ છે. ઈવીએમના અહેવાલો સંપૂર્ણ ખોટા છે. અમે કેટલાક મીડિયા હાઉસને નોટિસ ઈશ્યૂ કર્યા છે.  આઈપીસીની કલમ 499  હેઠળ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. મેં સમાચાર પત્રના રિપોર્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે આઈપીસીની કલમ 505 અને 499 હેઠળ તેમને નોટિસ મોકલીશું. ચૂંટણી પંચે ચૂંટણી અધિકારી ગૌરવ કુમારને મોબાઈલ રાખવાની મંજૂરી આપી હતી, તે તેમનો પોતાનો મોબાઈલ હતો.

Reporter: News Plus

Related Post