વડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં આવેલો મુખ્ય માર્ગ જે પ્રમુખસ્વામી કુટીર તરફ જવાના માર્ગ પર ઘણા સમયથી રોડ-રસ્તાની ખરાબ હાલત જોવા મળી છે. છેવટે સોસાયટીના લોકો દ્વારા સોસાયટીની બહાર ચુંટણી બહિષ્કારના બોડૅ મારવાં આવ્યા હતા

વોર્ડ નં 12 ના પ્રમુખ રાકેશ ઠાકોર પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે જ સ્થાનિક લોકો એ રોડ બહિષ્કાર કર્યો હતો અને રોડ નહીં તો વોટ નહીં તેવો રોષ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. વારંવાર સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવા છતાં પણ રોડ ની સમસ્યા નુ નિવારણ નથી આવતુ જેથી ભાજપના કોર્પોરેટર એ વોટ માંગવા આવું નહીં.

25 વર્ષ બીજેપીના સાસનમાં ગટરના ઢાંકણા લગાવી શકી નથી. રોડ હાલત કયા સુઘારી શકશે જેથી સ્થાનિક લોકો જાગી ગયા છે અને પરિવર્તન જરૂરી છે જો આગામી સમયમાં રોડ રસ્તાનુ નિવારણ કરવામાં નહીં આવે તો ભાજપના કોર્પોરેટર એ વોટ માંગવા આવુ જ નહીં આ સંદર્ભેમાં વોર્ડ નં 12 પ્રમુખ રાકેશ ઠાકોર મીડિયા સમક્ષ માહિતી આપી હતી




Reporter: admin







