વડોદરા સેન્ટ્રલ જેલના વૃધ્ધ કેદીનું ગભરામણ થવાથી મોત નીપજયું હતું જયારે રેલવે સ્ટેશન નજીક વૃદ્ધ અને ફતેગંજના યુવકને શ્વાસની તકલીફ થવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ૬૦ વર્ષના કાલુમિયા શેખ ૨૯ મી તારીખે સવારે ૧૦:૩૦ વાગ્યે પોતાની બેરેકમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થવા માંડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના એન્ટ્રીગેટ પાસે ૭૦ વર્ષના રવિ સુભાષ રેડી ઊભા હતા ત્યારે તેમને શ્વાસલેવામાં તકલીફ પડી હતી.બીજા બનાવમાં ફતેગંજ સદર બજારમાં ૪૬ વર્ષના સલીમ અબસુમગફાર કલેજાને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી હતી. તેથી બંનેને ૧૦૮ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Reporter: admin







