મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીની પ્રચંડ જીત થઇ છે, પરંતુ મુખ્ય પ્રધાન પદ બાબતે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળના સભ્યો અંગે ચર્ચા કરવા માટે સાત બેઠકો યોજાઈ રહી છે. અહેવાલ મુજબ એકનાથ શિંદે હાલ મુંબઈમાં નથી સતારામાં છે. તેમને છેલ્લા બે દિવસથી તાવ છે અને ગળામાં ચેપ લાગવાની તકલીફ છે. જોકે ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એકનાથ શિંદે આજે સતારાથી મુંબઈ પરત આવી શકે છે. અગાઉ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને અન્ય નેતાઓ હાજર હતા. દિલ્હી બાદ આજે મુંબઈમાં મહાયુતીના બેઠકોની યોજાવાની છે જેમાં મુખ્ય પ્રધાનના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેએ અગાઉ શરૂઆતમાં જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ નેતૃત્વ જે પણ નિર્ણય લેશે તે તેઓ સ્વીકારશે. જ્યારે હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બને એવી શક્યતા પ્રબળ છે.
Reporter: admin