વડોદરાના તાંદલજા ખાતે ઇદ પર્વની ઉજવણી રમઝાનના પવિત્ર માસ સંપન્ન થતા ની સાથે મહિના દરમિયાન રોઝા કરનાર,દાન કરનાર, ખુદાની ઈબાદત કરનાર લોકો માટે અલ્લાહ તરફ થી તોફા રૂપે ઈદ આપવામાં આવેલ હોય છે.

આ ખુશીનો દિવસ માત્ર તહેવાર નથી,પરંતુ પ્રેમ અને માનવતાનો સંદેશ છે. મુસ્લિમ સમાજના લોકો હિંદુ, શીખ,ઈસાઈ કોઈ પણ ધર્મ હોય, તેઓને ઈદની મુબારક બાદી આપતા હોય છે ત્યારે આજ રોજ શહેરના તાંદલજા વિસ્તારમા આવેલ નૂરજહાં પાર્ક ખાતે આવેલ મસ્જિદે અકસા. ખાતે ઈદની નામાઝ અદા કરી એક બીજા ને ઈદની મુબારક બાદી આપી ઈદ પર્વની ઉજવણી કરવામા આવી હતી.



Reporter: admin