વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે જાણતા રાજા મહાન નાટ્ય સમિતિ દ્વારા 15 વર્ષ પછી જાણતા રાજા ભવ્ય મહાન નાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૩૫૧ વર્ષ પૂર્ણ થયા છે. સમાજમાં છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્ર વિશે સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી,15 વર્ષ પછી, જાણતા રાજા મહાન નાટ્ય સમિતિએ વડોદરા શહેરના પરિસરમાં નવલખી ગ્રાઉન્ડ ખાતે જાણતા રાજા નાટ્યનું આયોજન કર્યું છે. આ નાટક ૩ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી ચાલશે. આ નાટક દરરોજ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. આ નાટકમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત મહત્વપૂર્ણ ઘટનાઓ દર્શાવવામાં આવશે. આયોજકોએ નવલખી મેદાનમાં દરરોજ 6,000 લોકોને નાટક જોવાની મંજૂરી આપવાની યોજના બનાવી છે અને સુરક્ષા અને પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાટકમાં 200 થી વધુ કલાકારો વિવિધ ભૂમિકાઓ ભજવશે. જેમાંથી 70 કલાકારોની ટીમ પુણેથી આવી છે.

આ નાટકમાં વડોદરાના ૧૨૫ સ્થાનિક કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નાટકના મુખ્ય પાત્રો છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબ છે. આ સાથે આ નાટકમાં એક હાથી, સાત ઘોડા અને એક ઊંટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નાટકનું આયોજન લોકોને છત્રપતિ શિવાજી મહારાજ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. જે હિન્દીમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન, નવલખી મેદાનમાં આ નાટકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ નાટક છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને હિન્દુ સ્વરાજ્યની સ્થાપના પર આધારિત છે. નાટકના દ્રશ્યો તેમના બાળપણથી લઈને તેમના રાજ્યાભિષેક સુધીની ઘટનાઓને આવરી લે છે – જેમાં જીજાબાઈની સાંસ્કૃતિક સંવેદનશીલતા, શિવાજીની દેશભક્તિ, અફઝલ ખાનની હત્યા, તાનાજીનું બલિદાન, માવળોનો ટેકો અને શિવાજી મહારાજની રાજકારણ, ન્યાય અને ધર્મની સમજણ દર્શાવવામાં આવી છે. “જાણતા” નો અર્થ એવો રાજા થાય છે જે જ્ઞાની છે – લોકોના દુઃખ જાણે છે, ધર્મ અને નૈતિકતા જાણે છે, અને સાચો સામાજિક રાજા છે. આ કારણોસર છત્રપતિ શિવાજી મહારાજને “જાણતા રાજા” કહેવામાં આવે છે. નાટકની વિશેષતાઓ ભવ્ય દૃશ્યાવલિ અને જીવંત ઘોડાઓ, હાથીઓ, લશ્કરી દ્રશ્યો, વિશાળ ખુલ્લા મંચ પર 200 થી વધુ કલાકારો, જીવંત અવાજ, લાઇટિંગ અને ઇતિહાસને જીવંત કરતી શૈલી, શિવાજી મહારાજનો રાજ્યાભિષેક, માવળોની વફાદારી, અફઝલ ખાનનું મૃત્યુ, હિંદવી સ્વરાજ્યની સ્થાપના જેવી ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત નાટક ‘જાણતા રાજા’ ૩ એપ્રિલથી ૬ એપ્રિલ દરમિયાન વડોદરા શહેરના નવલખી મેદાનમાં મંચન કરવામાં આવશે.


Reporter:







