વડોદરાઃ જમીનના કેસોમાં અરજી તેમજ કોર્ટ કેસો કરી સમાધાનના નામે રૃપિયા પડાવી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ ડાહ્યા રાજપૂત સામે અકોટા પોલીસ સ્ટેશનમાં પ લાખ લઇ ધમકી આપતો હોવાનો વધુ એક ગુનો નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી.
દશરથની જમીનના કેસમાં કોઇ પણ લેવાદેવા નહિ હોવા છતાં કોર્ટ કેસો કરી સમાધાનના નામે રુપિયા પડાવ્યા પછી પણ વધુ રકમ માંગી ધમકી આપવા બદલ આરટીઆઇ એક્ટિવિસ્ટ ડાહ્યા શનાભાઇ રાજપૂત(પરિવાર સોસાયટી,ઉંડેરા)સામે છાણી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા.
છાણી પોલીસ બાદ ગોરવા પોલીસે પણ ધરપકડ કરતાં ડાહ્યા રાજપૂતને ગઇકાલે જામીન મળ્યા હતા.તે દરમિયાન અકોટા પોલીસે ડાહ્યા રાજપૂત સામે વધુ એક ગુનો નોંધ્યો હતો. જેમાં પાનોલીની ઇન્ટરમિડિએટ કંપનીના મેનેજર રમેશભાઇ ડબગરે કહ્યું છે કે,કંપનીના ડાયરેક્ટર શીવલાલ ગોયલે પદમલા ખાતે વર્ષ-૨૦૦૭માં ૧૩.૧૧ લાખમાં જમીન ખરીદી હતી.
Reporter: admin