વડોદરા : મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા યૌતેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કાલાઘોડા પાસે ફુગ્ગા વેચનાર લોકો એ દબાણ કરતા આજે પાલિકાની દબાણ શાખાની ટીમએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે યૌતેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કાલાઘોડા પાસે છેલ્લા ઘણા સમયથી દબાણો કર્યા હતા તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આ ફુગ્ગા વેચનાર લોકો દ્વારા દબાણ કર્યા હતા તે દબાણો દૂર કરાયા સાથે જ આ લોકોને ચાર થી પાંચ વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

છતાં પણ દબાણ દૂર ન કરતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ લાલબાગ બ્રિજ નીચેના દબાણો દૂર કરવા માટે દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું કે અમો દ્વારા અનેક વખત મૌખિક રજૂઆત કરી છતાં પણ દબાણ કરતા હોય છે ત્યારે જરૂર પડશે તો તે દબાણ પણ દૂર કરવામાં આવશે વધુમાં દબાણ શાખા ના અધિકારીએ જણાવ્યું હતું.







Reporter: admin