News Portal...

Breaking News :

વિશ્વામિત્રી નદીમાં દિવસ દરમિયાન બે મગરોના મૃતદેહ જોવા મળ્યા

2025-01-16 13:10:26
વિશ્વામિત્રી નદીમાં દિવસ દરમિયાન બે મગરોના મૃતદેહ જોવા મળ્યા


વડોદરા:  શહેરમાં આવતી વિશ્વામિત્રી નદીમાં મગર વસવાટ કરતા હોય છે ત્યારે કીર્તિ મંદિર ખાતે વિશ્વામિત્રી નદીમાં એક મગર મૃતદેહ હાલતમાં જોવા મળ્યો હતો.  


સ્થાનિકોએ રેસ્ક્યુટીમ અરવિંદ પવાર ને કોલ મળતા તેમની ટીમ મગરને રેસ્ક્યુ કરવામાં પહોંચી હતી. મગર સામેની સાઈડ હોવાથી મગરને રેસક્યુ કરવા માટે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી જાણ થતા જ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. 


આ રેસ્ક્યુ દરમિયાન જ બીજો કોલ આવતા કે આરાધના ટોકીઝ બહુચરાજી સ્મશાન રોડ ખાતે જવામાં આવતા રસ્તા ઉપર બીજી વિશ્વામિત્રી થાય છે ત્યાં જ બીજો મગર મૃતદેહ હાલતમાં જોવામાં આવ્યો હતો. આ દરમિયાન કોલ થતા અરવિંદ પવારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આજરોજ દિવસ દરમિયાન બે મગરોના મૃતદેહ જોવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post