ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશાહરા પર્વની પૂર્ણાહુતિની આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા...
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ખાતે આવેલ ચાંદોદના બદ્રીનારાયણ મંદિર સ્થિત ભૂમિ પૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું.

અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રવેશ દ્વારનો ભૂમિ પૂજન તથા મહાવિદ્યાલય માટે બનતા રસ્તાનું ભૂમિ પૂજન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા ધારાસભ્ય ડભોઇ વિધાનસભા શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ રોડ રસ્તા તથા મુખ્ય પ્રવેશ દ્વારના નિર્માણ માટે મંત્રીના ગ્રાન્ટ માંથી લગભગ 11 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. વૈદિક મંત્રોચ્ચાર તથા પ્રાર્થનાથી ભૂમિ પૂજન શરૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર એ ચાંદોદની ગ્રામ પંચાયત તથા સંસ્કૃત મહાવિદ્યાલયના પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને આધ્યાત્મિક શિક્ષણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું આહવાન કરવામાં આવ્યું. અને મને પુણ્ય અને સેવાના કાર્યમાં સહભાગી કરવા બદલ આભારી છું. તથા ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ શુભેચ્છાઓ પાઠવી અને આવનારા સમયમાં સંસ્કૃત મહાવિદ્યાલયને નાનામાં નાની જરૂર પડે ત્યારે મને યાદ કરજો, ચાંદોદ એ મારો પરિવાર છે.

ભૂમિ પૂજન બાદ યાત્રાધામ ચાંદોદ ખાતે ૧૦ દિવસ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહરા પર્વની પૂર્ણાહુતિની મહાઆરતીની શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને તેમના ધર્મપત્ની સાથે તથા ધારાસભ્ય શૈલેષ મહેતા સહીત અન્ય મહાનુભવોએ ચાંદોદના વિધવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી હતી.આ સમસ્ત કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, કુબેર ભંડારીના પૂજારીરજનીકાંતભાઈ મહારાજ, સ્વામીજી શ્રી શૈલેષ આનંદજી મહારાજ વેદપાઠી મંદિર ચાણોદ, ચાંદોદના સરપંચ દીપ્તિબેન સોની, સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય સંજયભાઈ જોશી તથા અન્ય સભ્યો, વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખશ્રી શશીકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પાંડે, સહિત ચાંદોદ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.








Reporter:







