News Portal...

Breaking News :

વડોદરા આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા લોકોને હાલાકી

2025-06-06 14:46:49
વડોદરા આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા લોકોને હાલાકી


વડોદરા  : વડોદરા આરટીઓમાં બે દિવસથી ટેક્નિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે અનેક લોકોને ધક્કો પડી રહ્યો છે. આજ રોજ પણ અરજદારોની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી. હાલ પણ આરટીઓની ડ્રાઈવિંગની કામગીરી બંધ છે. 



ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જી સ્વાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન સાંધી પ્રોસેસ કરતું હોય છે. ગતરોજ ટેકનિકલ કારણોસર બે વખત કામગીરી ખોરવાઈ હતી. દરમ્યાન આજેપણ સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી છે. ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ છે. આજે અંદાજે ટુ વ્હીલર 180 અને ફોરવીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓને રીસીડ્યુલ કરાઈ હતી. 


અરજી રિ શિડયુલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવે છે. લોકો કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે. પરંતુ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે. આમ, અવાર નવાર આરટીઓનું સર્વર બંધ થાય છે પણ હજુ સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. વડોદરા ઉપરાંત ભરૂચ આરટીઓ ખાતે પણ આ સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે.

Reporter: admin

Related Post