નોઈડા : જમીન કૌભાંડ મામલે EDએ 2 દિવસના દરોડામાં રૂ. 42.56 કરોડની હીરા-જ્વેલરી અને રૂ. 85 લાખ રોકડ જપ્ત કર્યા છે.
EDના દરોડામાં ભૂતપૂર્વ IAS અધિકારી મોહિન્દર સિંહ અને હેસિન્ડા પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (HPPL)ના ડિરેક્ટરોના સ્થળો પર થઈ હતી. ચંદીગઢ, નોઈડા, મેરઠ, દિલ્હી અને ગોવામાં 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં ઘણી બેનામી પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.EDએ બે દિવસના દરોડા પછી નિવૃત્ત IAS અધિકારી મોહિન્દર સિંઘ અને હેસિન્ડા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (HPPL) ના ડિરેક્ટરોના પરિસરમાંથી રોકડ, ઝવેરાત અને બેનામી મિલકતો રિકવર કરી છે. EDએ રૂ. 42.56 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના ઝવેરાત, રૂ. 85 લાખ રોકડ અને ઘણી બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે.
આ દરોડા ચંદીગઢ, નોઈડા, મેરઠ, દિલ્હી અને ગોવા સહિત 18 સ્થળોએ પાડવામાં આવ્યા હતા.1978 બેચના IAS અધિકારી મોહિન્દર સિંહ નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO રહી ચૂક્યા છે. તેમને 2007 અને 2012 વચ્ચે બસપા સરકારના સૌથી શક્તિશાળી અમલદારોમાંના એક ગણવામાં આવતા હતા. તેમના પર તેમના પદનો દુરુપયોગ કરવાનો અને તેમની નજીકના લોકોને નજીવા દરે કિંમતી જમીન ફાળવવાનો આરોપ છે.
Reporter: admin