આમ તો બજારમાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અનેક મૂર્તિકારો બનાવે છે પરંતુ આજે અમે આપને એવી મૂર્તિઓ બતાવવા જઈ રહ્યા છે જે ઇકો ફ્રેન્ડલી તો છે જ સાથો સાથે ભગવાન ગણેશજીના શુકનવંતા સ્વરૂપના વર્ણનને અનુસરી બનાવવામાં આવી છે...

મૂર્તિના નિર્માણમાં એક સ્વરૂપની એક જ મૂર્તિ, પ્રાકૃતિક રંગોનો ઉપયોગ, રંગ કામ માટે ધાર્મિક દ્રષ્ટિકોણ મુજબની પીછીનો ઉપયોગ, ભગવાનના આસન ની વિશેષતા, આ તમામ બાબતોને સમાવી લેવામાં આવી છે...ભગવાન ગણેશજી જ્યારે ભક્તોના ઘરે દસ દિવસનું આતિથ્ય માણવા આવે છે ત્યારે ભગવાનની સેવાનું ફળ તેમની મુખમુદ્રા અને સ્વરૂપ પર પણ નિર્ભર હોય છે... સ્થાપના માટે બેસાડવામાં આવતી મૂર્તિની મુખમુદ્રા પ્રસન્ન અને સ્મિત વેરતી હોવી જોઈએ.આ સાથે ભગવાનના અંગોનું પણ શાસ્ત્રોત વર્ણન મુજબ નિર્માણ થવું જોઈએ.

આ તમામ બાબતોને મૂર્તિકાર પ્રતિમા શાહે પોતાની મૂર્તિઓમાં પ્રાધાન્ય આપ્યું છે. સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો અહીં શણગાર પણ વિશેષ જોવા મળે છે... પ્રતિમા શાહ ભગવાનના વાઘા, સાફો અને અલંકારો પણ પોતે બનાવે છે અને ભગવાનનો શણગાર કરે છે...પ્રતિમા શાહ દ્વારા નિર્મિત મૂર્તિઓની વિશેષતાઓને ધ્યાનમાં લઈએ રાજ્ય સરકારે દ્વારા તેઓને અનેકવાર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે...પ્રતિમા શાહ દ્વારા નિર્મિત શાસ્ત્રોક્ત અને ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ શહેર અને જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે....




Reporter:







