News Portal...

Breaking News :

વલસાડમાં ભૂકંપનો આંચકો

2025-01-06 11:47:44
વલસાડમાં ભૂકંપનો આંચકો


વલસાડ : આજે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા  3.7 નોંધવામાં આવી છે. 


આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ  વલસાડથી 39 કિમી દૂર ઉમરગામ તાલુકાના સરહદે આવેલા મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસા આજે વહેલી સવારે 4:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી. જેનું એ.પી. સેન્ટર વલસાડથી 39 કિમી દૂર નોંધાયું હતું. 


વહેલી સવારે પાલઘર જિલ્લાના તલાસરીમાં વારાફરતી ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા. ઊંચી બિલ્ડીંગોમાં રહેતા લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.

Reporter: admin

Related Post