News Portal...

Breaking News :

HMPV વાયરસને લઈ મેડિકલ અધિકારીઓએ એડવાઈઝરી જાહેર કરી

2025-01-06 11:20:40
HMPV વાયરસને લઈ મેડિકલ અધિકારીઓએ એડવાઈઝરી જાહેર કરી


દિલ્હી : બેંગ્લુરૂની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં  HMPV વાયરસ મળી આવ્યો છે. જેની ગંભીરતાને ધ્યાનમાં લેતાં દિલ્હીના મેડિકલ અધિકારીઓએ એડવાઈઝરી જાહેર કરી છે. 


વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકોના મોતનું કારણ બનેલા કોવિડ-19 મહામારીના પાંચ વર્ષ બાદ ચીનમાં ફરી એક નવો વાયરસ ફેલાયો છે. હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) તરીકે ઓળખાતા આ વાયરસથી પીડિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ ફ્લુના લક્ષણો જોવા મળે છે.હેલ્થ સર્વિસના ડિરેક્ટર જનરલ ડો. વંદના બગ્ગાએ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર્સ અને આઈડીએસપીના રાજ્ય કાર્યક્રમ અધિકારીઓ સાથે બેઠખ કરી દિલ્હીમાં શ્વાસ સંબંધિત બીમારીઓની સારવારની તૈયારીઓ કરવા ચર્ચા કરી હતી. તેમજ હોસ્પિટલ્સને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણ (SARI)ના કેસોની માહિતી તાત્કાલિક આઈએચઆઈપી પોર્ટલ મારફત જણાવે. 


સંદિગ્ધ કિસ્સા માટે કડક આઈસોલેશન પ્રોટોકોલ અને સાવચેતીઓ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. હોસ્પિટલ્સને કડક દેખરેખ હેઠળ SARI કેસ અને HMPVના ટેસ્ટિંગ માટે લેબને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. HMPV અને SARI વાયરસની સારવાર માટે ઓક્સિજનની સાથે સાથે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટામાઈન, બ્રોન્કોડાયલેટર્સ અને કફ સિરપની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે, ઈન્ટીગ્રેટેડ ડિસિઝ સર્વેલન્સ પ્રોગ્રામ, નેશનલ કંટ્રોલ ડિસિઝ સેન્ટર્સ, અને ડબ્લ્યૂએચઓની અપડેટ અનુસાર, 2 જાન્યુઆરી, 2025 સુધીના આંકડાઓ અનુસાર, આ વાયરસ સંબંધિત કેસોમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નથી.હ્યુમન મેટાન્યૂમોવાયરસના લક્ષણો સામાન્ય રીતે શરદી-ખાંસી અને તાવ જેવા જ છે. જેમાં નાકમાંથી પાણી આવવું, ગળામાં ખરાશ, ખાંસી આવવી, તાવ જેવા લક્ષણો જોવા મળે છે. નાના બાળકોથી માંડી વૃદ્ધોને પણ HMPVનો ચેપ લાગે છે.

Reporter: admin

Related Post