વડોદરા : વિઝન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દસમા વર્ષે ઓટિઝમ અવેરનેસ સાથે જ હરીત ક્રાંતિ અંતર્ગત લીલા શાકભાજી તથા માટી બચાવો અંગેના કાર્યક્રમ સહિત ઓટિઝમ અંગેની 51થેરાપી લોન્ચ કરવામાં આવી હતી.

શહેરના સયાજીબાગ ખાતે આવેલા એમ્ફી થિયેટર ખાતે વિઝન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓટિઝમ અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે દેશમાં દર 60 બાળકોમાંથી એક બાળક આનાથી પિડિત છે ત્યારે આવા બાળકો માટે પ્રથમવાર 51 થેરાપી નો વિશાળ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે

અહીં સોમ થી શુક્ર સવારે 7:30 થી સાંજે 7:30 સુધી ચલાવવામાં આવશે સાથે જ હરીત ક્રાંતિ એટલે લીલા શાકભાજી અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે સાથે સાથે માટીને બચાવવા થકી પર્યાવરણ જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરાની ભૂમિ પરથી આ વિશાળ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.








Reporter: admin