News Portal...

Breaking News :

માંજલપુરમાં ભૂવો પડ્યો

2025-01-27 11:27:00
માંજલપુરમાં ભૂવો પડ્યો


માંજલપુર વિસ્તારમાં આવેલા ગજાનંદ સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી ગટરની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગટરની કામગીરીની બાજુમાં 4 ફૂટ નો ભૂવો પડ્યો છે 


આ વિસ્તારના નગરસેવકો ભાજપના છે છતાં પાલિકા તંત્ર માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો જ કરે છે ત્યારે આ ભુવા થી મોટી કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ સાથે આ ગટરની કામગીરી દરમિયાન સોસાયટીના રહીશોને ઘણી હાલાકી વેઠવી પડે છે. પાલિકા તંત્ર દ્વારા ભુવાની આજુબાજુ બેરિકેટ મૂકી સંતોષ માન્યો પરંતુ આ વિસ્તારના સ્થાનિક લોકો રાત્રિના સમયે ગાડી પાર્ક કરતા હોય છે અને જો અંધારામાં ગાડી ભુવામાં ફસાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ....??


અનેક વખત સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરી છતા નગર સેવકો અહીં ધ્યાન આપતા નથી ત્યારે માંજલપુર  વિસ્તારની કોંગી કાર્યકર્તા એ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને માંગ કરી હતી કે વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ બનાવ ન બને

Reporter: admin

Related Post