વડોદરા: વાસદ મહિસાગર નદીમાં નાવડી ઉંધી પડતા ત્રણના મોત થયા છે.ત્રણેય મૃતકો કાચલાપુરા વાસદના વિસ્તારના માચ્છીમારી કરવાં ગયેલ પિતા - પુત્ર અને ભત્રીજાનું ડૂબી જતા મોત થયું હતું.

નાવડી પલ્ટી જતા ડૂબતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતાનું પણ ડુબી જવાથી મોત થયું હતું.હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામના મૃતદેહ લાવવામાં આવ્યા છે.આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલ નાવડી બહાર કાઢી હતી.સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળાં એકઠા થયા હતા. એક જ પરિવારના ત્રણના મોતને લઈ મહિલાઓનો કરુણ કલ્પાંત કર્યું હતું.

મૃતકના નામ:-
નગીનભાઈ ગામેચી ઉ વ 42 (પિતા)
આયુષ નગીનભાઈ ગામેચી ઉ વ 6 (પુત્ર)
મિહિર ગામેચી ઉ વ 12 (ભત્રીજો)



Reporter: admin