વડોદરા : બ્રાહ્મણ સભા - વડોદરા દ્વારા સંસ્થા હોલમાં તીળ ગુળ સમારંભ તથા પ્રવીણ વિદ્યાર્થી સત્કાર સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા સંસ્થામાં છેલ્લા લગભગ ૮૦ વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.. અનુષ્કા દ્વારા દર વર્ષે ધોરણ ૧૦, ધોરણ ૧૨, ગ્રેજ્યુએટ, માસ્ટર્સ અને પીએચડીના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવે છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી વિજય કટ્ટી, વેદશાસ્ત્ર સંપન્ન ભાલચંદ્ર શાસ્ત્રી કાશિકર તેમજ ઉદ્યોગપતિ પદ્માકર મૂળે જી ઉપસ્થિત રહ્યા હતા. કટ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સખત મહેનત કરવાની અને બધા આયુષ્ય લેખિત કરવા માટે સંબોધન કરવામાં આવ્યું હતું. કાશીકર શાસ્ત્રીએ વેદ નું મહત્વ સમજાવ્યું હતું.

જ્યારે મુળે એ વિદ્યાર્થીઓને ઉદ્યોગો સ્થાપવા માટે પ્રેરિત કર્યા હતા.સંસ્થાના અધ્યક્ષ મોહન મરાઠે એ જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા ૯૭ વર્ષથી વડોદરામાં વસતા મહારાષ્ટ્ર બ્રાહ્મણોના કુટુંબો માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનો અવિરતપણે આયોજન કરવામાં આવે છે જૂનો લાભ ઘણા કુટુંબનો દ્વારા લેવામાં આવતો હોય છે તેમજ ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમ થતા રહેશે જેનો લેવા માટે તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.




Reporter: admin