નેતાજી સંઘ વડોદરા દ્વારા સન 1995 થી વડોદરામાં પટોડીયા પોળ, જાની શેરી, ઘડિયાળી પોળમાં રહેતા બંગાળના સોની સમાજના ભાઈઓના સહયોગથી દુર્ગાપૂજાનું આયોજન થાય છે.
આ આયોજકો દ્વારા છેલ્લા 30 વર્ષથી કાલી પૂજાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા દસ વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન કમુબાળા હોલ સંત કબીર રોડ લહેરીપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યું છે.
આ દુર્ગા પૂજા દરમિયાન બંગાળી સોની સમાજના દરેક ભાવિક ભક્તો છઠ સાતમ અને આઠમના રોજ દુર્ગા માતાની પૂજા કરે છે અને તેમનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન દશેરાના દિવસે ધામધૂમથી કરવામાં આવશે.
Reporter: admin