હાલ વરસાદની સીઝન ચાલી રહી છે,શહેરના કેટલાક વિસ્તારોમા પાણી ભરાયા છે, જેને લઇ મચ્છરો ના કારણે રોગચાળો ફેલાય છે.
ચોમાસામાં પાણી ભરાતા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. કોલેરા, ટાઈફોડ, મેલેરિયા જેવા રોગોને કારણે બીમારી ફેલાઈ રહી છે. હાલ ડેન્ગ્યુ ના 4 કેસ પોઝિટિવ નોંધાયા છે,મલેરીયા ના 921લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી એક કેસ પોઝિટિવ નોંધાયો.વરસાદ પડ્યા પછી મચ્છરો વધી રહ્યા છે જેને કારણે રોગચાળામાં વધારો થયો છે.મોટાભાગ ની હોસ્પિટલોમાં ઓપીડી ની સંખ્યા માં વધારો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા 32 હજાર મકાનોનો સરવે, 15હજાર ઘરમાં ફોગિંગ કરાયું છે. મચ્છરના કારણે રોગચાળો ફેલાતો રોકવા ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યુ છે
...
Reporter: admin