News Portal...

Breaking News :

તરસાલી વિસ્તારમાં વરસાદી પાણીને કારણે રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે

2024-07-19 14:04:10
તરસાલી વિસ્તારમાં વરસાદી પાણીને કારણે રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે


તરસાલીના નગર સેવક અલ્પેશ લીંબાચિયા દ્વારા સેવા પરમો ધર્મની ઉક્તિ અનુસાર વિસ્તારના બાકી રહેલા કામો હાથ પર લઈને રહીશોની હાલકીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 


તરસાલી વિસ્તારમાં આવેલ રવિ પાર્ક ચાર રસ્તા ની આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીને કારણે રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે આ બિસ્માર્થ થયેલા રસ્તાઓની રીપેરીંગની કામગીરી સહિત પેચ વર્કનું કામ નગર સેવક અલ્પેશભાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. રવિ પાર્ક અને તેની આસપાસ આવેલી સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણીને કારણે અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય સર્જાયું હતું.આ ઉપરાંત આ વિસ્તારમાં ગટરના ઢાંકણાઓ પણ ઊંચા થઈ ગયા હતા જેને લઈને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. 


પાલિકાના અધિકારીઓને સ્થળ પર બોલાવીને અલ્પેશ લીંબાચીયા દ્વારા આ તમામ અધુરા કામોને પૂર્ણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અલ્પેશ લીંબાચીયા દ્વારા તેમના વિસ્તારની સમસ્યાઓ અંગેની રજુઆત પાલિકામાં સભા દરમિયાન પણ કરવામાં આવતી હોય છે, ત્યારે સેવા એ જ પરમ ધર્મ છે એ ઉક્તિ પ્રમાણે તેમને પોતાના નગરસેવક તરીકેનો ધર્મ બજાવીને પ્રજાને સુવિધા આપવાનું તમામ કર્યું છે.

Reporter: admin

Related Post