સુરત:સિઝનમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા પ્રથમવાર કોઝ-વેની સપાટી 6 મીટર પહોંચતા વાહનવ્યવહાર માટે બંધ થતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે સુરતનો વીયરકમ કોઝવની સપાટી ૬ મીટર સુધી પહોંચી ગયી હતી. કોઝવેની સપાટી ૬ મિટર પહોંચી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોઝવે ખાતે અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા.રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત શહેરમાં છેલ્લા ૨ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
દરમ્યાન આજે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છે અને કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ સુરત શહેરના ઉપરવાસના જિલ્લા, તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવતા સુરતના વિયર કમ કોઝ વેની સપાટીમાં પણ વધારો થયો છે. સુરતમાં આવેલા કોઝ વેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે અને વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડે છે. દરમ્યાન હાલમાં કોઝવેની સપાટી ૬ મીટર સુધી પહોંચી ગયી છે જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઝવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સિઝનમાં પહેલી વખત કોઝ-વે બંધ કરાયો છે.
Reporter: News Plus