દીપક ફાઉન્ડેશન દ્વારા “પ્રોજેક્ટ સંગાથ” અંતર્ગત તારીખ ૧ જુલાઈ, ૨૦૨૪, રાષ્ટ્રીય ડૉક્ટર દિવસના રોજ વડોદરાના નંદેસરીમાં આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશન ખાતે જીલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા ના સહકારથી દિવ્યાંગજનો માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું
જેથી કરીને દિવ્યાંગજનોને તેમના ઘર આંગણે જ દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવવાની સુવિધા મળી રહે અને આ પ્રમાણપત્ર ના આધારે સરકારશ્રી ની તેઓને લાગુ પડતી યોજનાઓ નો લાભ મેળવી શકે. આ શિબિરમાં દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી ડૉ. રિદ્ધિ મહેતા અને શ્રીમતી સ્મિતા મણિયાર, હેડ, રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ, દીપક ફાઉન્ડેશન, પ્રોત્સાહન પૂરું પાડવા માટે હાજર રહ્યા હતા.આ શિબિરમાં દીપક ફાઉન્ડેશનની નંદેસરી કચેરીના “પ્રોજેક્ટ સંગાથ” ના સ્ટાફ દ્વારા નંદેસરી અને તેની આજુબાજુના ગામો જેમકે સાંકરદા, ફાજલપુર, અનગઢ, ધનોરા, દોડકા, કોટાના, સિંધરોટ, રાયકા, પોઇચા અને દામપુરા માથી ૩ વર્ષ થી લઈને ૬૩ વર્ષ સુધીના ૧૩૦ થી વધુ દિવ્યાંગજનોને જેમની પાસે આજદિન સુધી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર નહોતું તેઓને ઘરે ઘરે જઇ ને શોધી કાઢવામાં આવેલ હતા.
આજરોજ તેઓની જમનાબાઈ જનરલ હોસ્પિટલના ડૉ. દેવિકા મોટવાણી ઓપ્થેલ્મિક સર્જન ડૉ.આનંદ પટેલ ઓર્થોપેડિક સર્જન, ડૉ. મુકેશ મિશ્રા ઇએનટી સર્જન, ડૉ. જલધી ત્રિવેદી મનોચિકિત્સક, ડૉ.ધ્રુવી રેસિડેન્સ ડોક્ટર (ઓપ્થેલ્મિક) અને ડૉ..શ્રી રિચેસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.પ્રોજેક્ટ સંગાથ નંદેસરી ખાતેના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર શ્રી ગૌરાંગ પંડયા ના પ્રયત્નો થકી આ શિબિર ખુબજ સફળ રહી હતી. દીપક ફાઉન્ડેશન દ્વારા આ દિવ્યાંગજનોને શિબિરના સ્થળે લાવવા અને પાછા લઈ જવા માટેની સહાયતા પણ પૂરી પાડવામાં આવી હતી. દીપક ફાઉન્ડેશન દ્વારા “પ્રોજેક્ટ સંગાથ” અંતર્ગત ગામના નાગરિકોને પૂર્વ જરૂરી દસ્તાવેજો અને પાત્રતા ધરાવતા લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે વિના મૂલ્યે સલાહ અને માર્ગદર્શન તેમજ તેઓને લાભ ના મળે ત્યાં સુધી ફોલોઅપ ની કામગીરી કરવામાં આવે છે. વધુમાં, દીપક ફાઉન્ડેશને “પ્રોજેક્ટ સંગાથ” થકી અત્યાર સુધીમાં ગુજરાત તથા મહારાષ્ટ્રમાં આશરે ૩ લાખથી વધુ લાભાર્થીઓને પૂર્વ જરૂરી દસ્તાવેજો અને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ અપાવવામાં મદદ પુરી પાડેલ છે.
Reporter: News Plus