News Portal...

Breaking News :

પાણી લાઈન રીપેરીંગના કારણે કારેલીબાગ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં કાલે મોડેથી તેમજ ઓછા પ્ર

2025-01-07 15:31:50
પાણી લાઈન રીપેરીંગના કારણે કારેલીબાગ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં કાલે મોડેથી તેમજ ઓછા પ્ર


વડોદરા: કારેલીબાગ ટાંકી ખાતે પાણીની લાઈનના રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી આજે સાંજના સમયના પાણી અપાયા બાદ તુલસીવાડી, કલાકુંજ ફતેપુરા, વારસીયા રીંગરોડ, ઈન્દ્રપુરી વિજયનગર, નવનીત પાર્ક, વૃંદાવન, આમ્રપાલી, અમિત નગર, ભાવના પાર્ક વિસ્તારની સોસાયટીઓમાં કામગીરી પૂર્ણ થયા પછી સવારના સમયનું પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી અપાશે.


ઉલ્લેખનીય છે કે કારેલીબાગ ખાતેના પાણીની લાઈન લીકેજ રીપેરીંગ અંગેની કામગીરી આજે તા. ૭મીએ સાંજના સમયનું પાણી અપાયા બાદ લીકેજ રીપેરીંગ ની કામગીરી શરૂ કરાશે જેથી કારેલીબાગ ટાંકી ખાતેથી પાણી મેળવતા વિસ્તારો જેવા કે, તુલસીવાડી, કલાકુંજ, ફતેપુરા, વારસીયા રીંગરોડ, ઈન્દ્રપુરી, વિજયનગર, નવનીત પાર્ક વૃંદાવન આમ્રપાલી, અમિત નગર, ભાવના પાર્ક સોસાયટીમાં આવતીકાલે બુધવાર, તા. ૮મીએ રીપેરીંગ કામગીરી પૂરી થયા પછી સવારના સમયે પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે.

Reporter:

Related Post