News Portal...

Breaking News :

ગોરવા, સમા, દેણાની ચોક્કસ સર્વે નંબરની જમીન ખરીદનાર સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી થશે : મ્યુ

2025-01-07 15:25:48
ગોરવા, સમા, દેણાની ચોક્કસ સર્વે નંબરની જમીન ખરીદનાર સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી થશે : મ્યુ


વડોદરા: જિલ્લા-તાલુકા વડોદરા તથા શહેરના ગોરવા સમા અને દેણા વિસ્તારની ચોક્કસ સર્વે નંબરવાળી જમીન અને એે ટીપી-ફાઇનલ પ્લોટ વાળી જમીનો મૂળ જમીન માલિકો પાસેથી કરાર કબજા પાવતી વેચાણ દસ્તાવેજથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવી છે 


આ તમામ જમીનોમાં વડોદરા મહાનગર પાલિકાનો લાગ-ભાગ હક્ક, હિત-સંબંધ સમાવિષ્ટ કોઈપણવ્યક્તિએ, સંસ્થા કે અન્ય કોઈએ આ જમીનો ખરીદ કે વેચાણ કરવી નહીં આ જમીનોમાં કોઈએ પણ કોઈ પણ જાતના દબાણ કમ્પાઉન્ડ કે પછી ફેન્સીંગ કે અન્ય કોઈ દબાણ કરેલ હોય તો તે સ્વેચ્છાએ દૂર કરી દેવું અન્યથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેન્ડ ગ્રેબીંગ એક્ટર હેઠળના કાયદા મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જાહેર સૂચનાથી વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું છે.

Reporter: admin

Related Post