વડોદરા: ચીની વાઇરસ એચએમપીવીએ ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં દસ્તક દીધી છે. નાના બાળકોમાં વધુ અસર જોવા મળતી હોવાથી વડોદરામાં પણ આરોગ્ય તંત્ર સુસજજ બન્યું છે.

શહેરની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. રેપિડ ટેસ્ટ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. શહેરની મુલાકાતે ગતરોજ આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્યને લગતી તપાસ અને સમીક્ષા ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં કરી હતી. તેની વચ્ચે ચીની વાઇરસ એચએમપીવીએ ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં દસ્તક દીધી છે. આ વાયરસની નાના બાળકોમાં વધુ અસર જોવા મળતી હોવાથી વડોદરામાં પણ આરોગ્ય તંત્ર સુસજજ બન્યું છે.
શહેરની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. કબીબી સૂત્રમાંથી જાણવા મળ્યા મુજબ આ વાયરસમાં ન્યુમોનિયા જેવી અસર જોવા મળે છે. ખાંસી અને તાવની અસર હોય છે. નાના બાળકોને જો આવી અસર જોવા મળે તો તરત જ પીડિયાટ્રિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે જોકે ગભરાવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખવી જરૂરી છે તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. ગોત્રી હોસ્પિટલમાં પણ રેપિડ ટેસ્ટ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
Reporter: admin