પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર હાલના સંજોગોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે ઘણી જગ્યાએ ટ્રેનની અવરજવર ખોરવાઈ ગઈ છે.
દરમિયાન,મંડળના વિવિધ સ્ટેશનો પર ઘણી સામાજિક સંસ્થાઓએ ટૂંકી સૂચના પર રેલ્વે મુસાફરોને તાત્કાલિક કેટરિંગ સુવિધા પૂરી પાડીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.નર સેવા-નારાયણ સેવાનો અમલ કરતી વખતે, રેલ્વે પ્રશાસનની વિશેષ વિનંતી પર, વિવિધ સ્ટેશનો પર ઘણી સામાજિક સંસ્થાઓએ મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી અને તરત જ રેલ્વે સ્ટેશનો પર ખાદ્યપદાર્થો અને પીવાનું પાણી પહોંચાડ્યું અને રોકાયેલી ટ્રેનોના મુસાફરોને ભોજન પૂરું પાડ્યું. પ્લેટફોર્મ પર ખાન પાન સુવિધા આપવામાં આવી છે.વડોદરા મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, વડોદરા સ્ટેશન પર મહેશ્વરી સેવા સમાજ અને લાયન્સ ક્લબ ઓફ શંગ્રીલા વડોદરા દ્વારા મુસાફરોને પોહા, ચા અને પીવાના પાણીની બોટલો આપવામાં આવી હતી. આણંદ સ્ટેશન ખાતે રોટરી ક્લબના ગવર્નર નિહિર દવેના વિશેષ પ્રયાસોથી ભાવનગર-બાંદ્રા ટ્રેનના મુસાફરોને બિસ્કીટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે દિલ્હી મુંબઈ દુરન્તો ત્રિવેન્દ્રમ વેરાવળ અને સિકંદરાબાદ રાજકોટ ટ્રેનો ના મુસાફરો ને પાણી અને બિસ્કિટ ના પેકેટ આપવામાં આવ્યા હતા .
માનનીય ધારાસભ્ય સાવલી કેતન ઇનામદાર, ડીઆરયુસીસી સભ્ય ડો. પરાગ પાંડે અને પ્રતાપ નગરના સરપંચ ધર્મેશ ભાઈ દ્વારા સમલયા સ્ટેશન પર ગોરખપુર દહાણુ રોડ ટ્રેનના મુસાફરોને પીવાનું પાણી અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. ભરૂચ સ્ટેશન પર ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઈલના મુસાફરો માટે બિસ્કીટ અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કરજણ એપીએમસીના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ દ્વારા ઇટોલા સ્ટેશન પર કાર્યરત રેલ્વે સ્ટાફ માટે લંચ પેકેટ આપવામાં આવ્યા હતા.વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્ર સિંઘે સામાજિક સંસ્થાઓના આ સેવાભાવી કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, આ સામાજિક સંસ્થાઓ કટોકટીની પરિસ્થિતિમાં જનતાની સેવા કરવા હંમેશા તત્પર રહે છે અને શક્ય તેટલી તમામ મદદ પૂરી પાડવામાં આગળની અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભીષણ પૂરના કારણે સ્ટેશનો પર પાણી ભરાઈ જવાને કારણે વિવિધ સ્ટેશનો પર આપાતકાલીન સંજોગોમાં ટ્રેનોને રોકવી પડી હતી. જ્યાં આ સંસ્થાઓએ પોતાની સેવાઓ પૂરી પાડી મુસાફરોને રાહત આપી હતી. રેલવે પ્રશાસન આ માટે આભાર વ્યકત કરે છે
Reporter: admin