શિરોતો બધાને ભાવતો હોય છે પરંતુ સત્યનારાયણના પ્રસાદનો શીરાનો સ્વાદ કઈ અલગ હોય છે.
સામગ્રીમા 600 ગ્રામ રવો, 600 ગ્રામ ઘી, 3 લીટર દૂધ, 650 ગ્રામ ખાંડ, ઈલાયચી નો ભૂકો,ચારોડી અને બદામ કાતરેલી, દ્રાક્ષની જરૂર પડે છે.એક જાડા તડીયાવાળા વાસણમા ઘી ગરમ કરવા મૂકવું. તેમાં રવો ઉમેરી ધીમા ગેસ પર સેકવો. રવો આછો બદામી રંગનો થાય એટલે તેમાં દૂધ ઉમેરી હલાવતા રહેવું. ગેસ ને ધીમા તાપે રાખવો. દૂધ અબસોર્વ થઇ જાય એટલે ખાંડ ઉમેરવી સેકવો.
આ શિરો ઘી છુટુ પડે ત્યા સુધી સેકવો અને ઈલાયચીનો ભૂકો ઉમેરવો.અને ગેસ બન્ધ કરી દેવો. ઉપરથી ચારોડી, બદામ અને દ્રાક્ષ ઉમેરી મિક્ષ કરવું. પ્રસાદનો શિરો તૈયાર થઇ જશે.
Reporter: admin