News Portal...

Breaking News :

કાચબાને કારણે પ્લેન અકસ્માતમાં પાયલોટ અને એક પેસેન્જરનું મૃત્યુ

2025-06-22 10:21:42
કાચબાને કારણે પ્લેન અકસ્માતમાં પાયલોટ અને એક પેસેન્જરનું મૃત્યુ


નોર્થ કેરોલિના:  રાજ્યનાં ચાર્લોટી શહેરથી ૬૦ માઈલ ઉત્તર પૂર્વે આવેલાં સ્ટુગર વેલી નામક નાનાં શહેરનાં એરપોર્ટ પર ૩ જૂને વિમાન અકસ્માત ની અચરજ પમાડે તેવી ઘટના બની હતી.



ચાર્લોટી શહેરથી ૬૦ માઇલ ઉત્તર પૂર્વે આવેલાં આ નાનકડાં શહેર સ્યુગર વેલીનાં એરપોર્ટ ઉપર એક નાનું પ્લેન ઉતરતું હતું તેમાં પાયલોટ અને બે પેસેન્જર્સ હતા. તે પ્લેન રન વે ઉપર ઉતરતું હતું. ત્યાં એક કાચબો રન વે ઉપર આવી ચઢ્યો તેથી તેને બચાવવા જતાં પાયલોટે પ્લેનને તુર્ત જ પાછું ઉપર ચઢાવ્યું પરંતુ તે દરમિયાન તેણે સ્થિરતા ગુમાવી દીધી.આ ઘટના એરપોર્ટના કંટ્રોલ ટાવરમાં રહેલાં મહિલા કર્મચારીએ નજરો નજર જોઈ હતી. તેઓએ કહ્યું પહેલાં પાયલોટે ઉતરાણ માટે પરવાનગી માગી જે આપવામાં આવી. 


પ્લેન રન વે ઉપર ઉતરતું હતું ત્યારે રન વે ઉપર કાચબો આવી ચઢતાં તેને બચાવવા માટે પ્લેનને પાયલોટે તુર્ત જ ઉપર ચઢાવવું શરૂ કર્યું પરંતુ તેમાં તેણે સ્થિરતા ગુમાવી દીધી. પ્લેન ઊંચે જઇ જ ન શક્યું. એરપોર્ટ ફરતી વંડી ઉપરથી પાછળની ઝાડી તરફ જતાં એક મોટાં ઝાડ ઉપર તૂટી પડયું.આ માહિતી મળતાં ધી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે તપાસ હાથ ધરી હતી. પ્લેન પણ ભાંગી ગયું હતું. પાયલોટ અને એક પેસેન્જરનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જ્યારે એક પેસેન્જરને ભારે ઇજાઓ થઇ હતી. જેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

Reporter: admin

Related Post